રેશ્માબેન એમ. પટેલ (આચાર્યાશ્રી (M.sc., M.Ed.))
જીવનમાં સફળતા માટે સૌથી મહત્વના પાસા હોય તો તે સંસ્કારો અને શિક્ષણ છે. સંસ્કારથી માનવીની એક અલગ ઓળખાણ ઉભી થાય છે અને શિક્ષણ થી માનવી પોતાના લક્ષ્ય નો સાચો રસ્તો શોધી શકે છે. વર્ષો પહેલા સંસ્કાર સાથે શિક્ષણ ની પ્રાપ્તિ ઋષિમુનિઓના આશ્રમમાં થતી હતી.આજના યુગમાં શિક્ષણ સાથે સંસ્કાર આપતી સંસ્થાઓજ સફળતાનાં શિખરો સર કરી શકે છે.
આવો, મળીને કરીએ પ્રયાસ કે,
ખીલી ઉઠે સમાજને દીપી ઉઠે આ દેશ
શિક્ષક ધર્મ એ મારો ધર્મ છે. એ યજ્ઞ હું સંપૂર્ણ આસ્થા અને
નિષ્ઠાથી કરીશ. હે માં શારદા ! મને શક્તિ આપો...!"
- રેશ્માબેન એમ. પટેલ -
આવો, મળીને કરીએ પ્રયાસ કે,
ખીલી ઉઠે સમાજને દીપી ઉઠે આ દેશ
શિક્ષક ધર્મ એ મારો ધર્મ છે. એ યજ્ઞ હું સંપૂર્ણ આસ્થા અને
નિષ્ઠાથી કરીશ. હે માં શારદા ! મને શક્તિ આપો...!"
- રેશ્માબેન એમ. પટેલ -
આ વિશ્વ માં જન્મતું પ્રેત્યેક બાળક અનંત ક્ષમતાઓ ના બીજ લઈને જ જન્મે છે. બાળક ની આ ક્ષમતાઓને પારખી તેને તે અનુરૂપ જો કેળવણી આપવામાં આવે તો આ વિશ્વ વિભૂતિઓથી ઉભરાઈ જાય. આ એક મનોવિજ્ઞાનિક સત્ય છે. આ સત્ય ના સંદર્ભ માં બાળક, શૈક્ષણિક રીતે સફળ થવાની પણ અનંત સંભાવનાઓ ધરાવે છે.
વિદ્યાર્થીની ભીતરની શક્તિ ને પ્રગટ કરે તે કેળવણી છે. દરેક બાળક માં કંઈક ને કંઈક વિશિષ્ટ શક્તિ રહેલી હોય છે. વિદ્યાર્થી ની ભીતર માં રહેલા શક્તિ બીજ ની ઓળખ કરે, માવજત કરે, વિકાસ કરે અને પરાકાષ્ઠા સુધી પહોંચાડે એ ખરી કેળવણી. બીજ માં જેમ આખું વૃક્ષ છુપાયેલુ હોય છે તેમ, બાળક માં એક વિભૂતિ છુપાયેલી હોય છે. દરેક વિદ્યાર્થીની માં કલ્પના ચાવલા છુપાયેલી હોય છે, દરેક વિદ્યાર્થીમાં ડૉ.અબ્દુલ કલામ છુપાયેલા હોય છે. કોઈ માણસ માં રહેલી આવી વિશિષ્ટ શક્તિ જયારે સોળે કળાએ ખીલી ઉઠે છે ત્યારે જગત એવા માનવ ને 'મહામાનવ' નો દરજ્જો આપે છે. ગેટે અદભુત વાત કરી છે "બધા બાળકોનો, જો એમનામાં રહેલ કૌશલ્ય પ્રમાણે વિકાસ થાય તો આ જગત વિભૂતિઓથી ભરાય જાય". વાલીમિત્રોને ખાસ જણાવવાનું કે પ્રસન્ન પરિવાર દ્વારા જ પ્રસન્ન સમાજ નું નિર્માણ થાય છે. જ્યાં બાળકોને હૂંફ અને રક્ષણ મળતા હોય, જ્યાં સૌનો આદર જળવાતો હોય એવો પરિવાર એજ પ્રસન્ન પરિવાર છે. છેલ્લા 25 વર્ષથી સંસ્થા સામાજિક, રાજકીય, શૈક્ષણિક તેમજ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે ખુબજ પ્રગતિશીલ સંસ્થા તરીકે ગણનાપાત્ર બની જાય છે. આ સંસ્થા વિદ્યાર્થી, વાલી, શિક્ષક, આચાર્ય, ટ્રસ્ટીમંડળની સહભાગીદારીથી અનંતકાળ સુધી ઉત્તરોત્તર સફળતાના સોપાન સર કરે તેવી અંત:કરણની ભાવના સહ...
આ સ્મરણિકા અંક બનાવવા માટે જેઓનો મને ખુબજ સહકાર સાંપડયો છે તેવા વહીવટી સ્ટાફના સાવન પટેલ, રંજન પ્રજાપતિ, ઋતા દેસાઈ તથા અન્ય સર્વેની કામગીરીની હું નોંધ લઇ અભિનંદન પાઠવું છું.
આ સ્મરણિકા અંક બનાવવામાં મુદ્રણ દોષ, માહિતી શેષ કે અન્ય કોઈપણ ક્ષતિ રહેલ હોય તો ક્ષમ્ય ગણી દરગુજર કરશોજી
આ વર્ષે સંસ્થા 25 વર્ષ પૂર્ણ કરશે. તે બદલ સર્વે ટ્રસ્ટ પરિવાર તેમજ સંસ્થાનો પાયો નંખાયો ત્યારથી અત્યારસુધી જેનો પણ ફાળો રહ્યો છે તેવા તમામ સ્નેહીજનોનો ખુબ ખુબ અભિનંદન સહ આભાર...